ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 224 રન કર્યા છે. રોહિત શર્મા 116 રને અને અજિંક્ય રહાણે 83 રને રમી રહ્યા છે. ખરાબ પ્રકાશ (બેડ લાઈટ)ના લીધે મેચ અટકી હતી અને 58 ઓવરની રમત જ શક્ય બની હતી. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની છઠી સદી અને રહાણેએ 21મી ફિફટી મારી હતી. રોહિતે સ્પિનર પીટની બોલિંગમાં વાઈડ લોન્ગ-ઓફ પર સિક્સ મારીને સ્ટાઇલથી 100 રન પૂરા કર્યા હતા. ઘરઆંગણે છેલ્લી 11માંથી 9 ઇનિંગ્સમાં રોહિતે 50થી વધુનો સ્કોર કર્યો છે. રોહિતે સીરિઝમાં ત્રીજી સદી મારી છે, અગાઉ વિશાખાપટ્ટનમમાં 176 અને 127 રનની ઇનિંગ્સ રમી હતી.