ચીનએ અસ્થાયી રીતે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોના ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશ ચીની વિઝા કે નિવાસ પરમિટ ધરાવતા અને ભારતમાં રહેતા તમામ નાગરિકો પર લાગુ થશે. આ નિર્ણય પર ચીનએ કોરોના વાયરસને કારણ ગણાવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખી ચીનએ ભારતની તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો છે.
બેજિંગએ આ ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલીપીંસથી આવતા વિદેશી પ્રવાસીઓ પર પણ પ્રતિબંધ મુક્યો છે. આ નિર્ણયની અસર વંદે ભારત મીશન પર પણ થશે. કારણ કે આ ફ્લાઈટ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પહેલા વંદે ભારતની ફ્લાઈટ પર રોક ન હતી. જેના કારણે આજે ચીન માટે રવાના થનાર ફ્લાઈટ પણ રદ્દ કરવામાં આવી છે અને તેને રિશેડ્યુલ કરવામાં આવશે.