ટી 20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ સુપર-12 સ્ટેજમાં પોતાની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવી દીધુ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પોતાના ગ્રૂપની ટોપર બની ગઈ છે અને તેની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મેચ નક્કી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે, 10 નવેમ્બરે એડિલેડ મેદાનમાં બંને ટીમ સામ-સામે હશે.