મહિલા એશિયા કપ 2022માં ભારતે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ વાળી ભારતીય ટીમને પોતાના પ્રતિદ્વંદી પાકિસ્તાન સામેની એક મેચમાં 13 રનથી હાર મળી છે. બાંગ્લાદેશના સિલહટમાં 7 ઓક્ટોબર શુક્રવારે રમાયેલી આ મેચમાં અનુભવી ઓલરાઉન્ડર નિદા ડારની શ્રેષ્ઠ ઈનિંગ અને ઘાતક બોલિંગના દમ પર પાકિસ્તાનને 6 વર્ષ બાદ ભારત સામે પહેલી જીત મળી છે.