Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં આજે (23 ફેબ્રુઆરી) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. વિરાટ કોહલી ભારતની જીતના હિરો રહ્યા, જેમણે અણનમ સદી ફટકારી. જણાવી દઈએ કે, પાકિસ્તાની ટીમે ટોસ જીતીને દુબઈની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સતત 12મો ટોસ હાર્યું હતું. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે પણ ભારત ટોસ હાર્યા બાદ મેચ આસાનીથી જીતી ગયું હતું. એવી જ રીતે પાકિસ્તાન સામેની મેચમાં પણ ટોસ હારીને ભારતે સરળતાથી જીત મેળવી છે. પાકિસ્તાનની ટીમ ભારત સામે પૂરી 50 ઓવર્સ રમી શકી નહોતી. પાક. બેટર્સની ધીમી રમત બાદ ટીમે 49.4 ઓવર્સના અંતે 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 42.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 244 રન બનાવીને જીત મેળવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ