એશિયા કપમાં સુપર-4ની રિઝર્વ-ડે મેચમાં આજે ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રને પરાજય આપ્યો છે. કુદલીપ યાદવની ધમાકેદાર બોલિંગ સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે... દરમિયાન ભારતના 50 ઓવરમાં 2 વિકેટે 356 રનના જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં કુલદીપ યાદવની 5 વિકેટ, રોહિત-ગીલની ફિફ્ટી અને કોહલી-રાહુલની સદીની મદદથી ભારતે મોટો સ્કોર ઉભો કરવાની સાથે ઘણા રેકોર્ડો પણ નોંધાવ્યા છે.