આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટી20 સિરિઝની બીજી મેચ લખનૌમાં રમાઈ રહેલી છે. દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમને ટોસ જીતી પહેલા બેટીંગ કરવું ભારે પડ્યું છે. આ મેચમાં ભારતનો 6 વિકેટે વિજય થયો છે. ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 99 ફટકાર્યા હતા, જેના 100 રનના ટાર્ગેટ સામે ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટે 101 રન કરી બીજી ટી20 મેચ જીતી લીધી હતી. આ સાથે બંને દેશો 3 ટી20 સિરિઝમાં 1-1 મેચ જીત્યા હોવાથી સિરિઝ બરાબર પર આવી ગઈ છે. હવે આગામી છેલ્લી અને ત્રીજી ટી20 મેચ પહેલી ફેબ્રુઆરીએ બુધવારે રમાશે