ન્યૂઝીલેન્ડે ભારતને ત્રીજી અને અંતિમ વન-ડેમાં 5 વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. 31 વર્ષ પછી પ્રથમ વખત ટીમ ઇન્ડિયાનો ત્રણ મેચ કે તેથી વધારેની દ્વિપક્ષીય વન-ડેની શ્રેણીમાં વ્હાઇટવોશ થયો છે. આ પહેલા ભારતીય ટીમનો 1989માં વેસ્ટ ઇન્ડીઝ સામે 5-0થી વ્હાઇટવોશ થયો હતો. ભારતે લોકેશ રાહુલના 112 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 296 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે હેનરી નિકોલ્સ (80), માર્ટિન ગુપ્ટિલ (66) અને ગ્રાન્ડહોમી (અણનમ 58)ની અડધી સદીની મદદથી 47.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.