Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતની 21 રને હાર થઈ છે. ન્યુઝીલેન્ડના 20 ઓવરમાં 6 વિકેટે 176 રનના જવાબમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવતા ટીમ ઈન્ડિયાની 21 રને હાર થઈ હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે 3 T20 સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી સૌથી વધુ રન વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 3 સિક્સ અને 5 ફોર સાથે 50 રન બનાવ્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 2 સિક્સ અને 6 ફોર સાથે 47 રન બનાવતા અર્ધસદી ચુક્યો હતો. તો કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર  10 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકબ ડફી અને ઇશ સોઢીને 1-1 વિકેટ મળી હતી. આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ