ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ રમાશે. આ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થવાની છે. જેને લઈને આજે સવારથી જ દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દેશમાં ઠેકઠેકાણે હોમ-હવન કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તો ગંગા કિનારે હાથમાં તીરંગા લઈને પહોંચ્યા હતા અને પૂજા પ્રાર્થના કરી હતી. જુઓ કેટલાક વીડિયોઝ કે જેમાં ક્રિકેટ ચાહકોના ક્રિકેટ માટેના પ્રેમ અને શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે.