ટી20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં આજે ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યાં હતાં. જેમાં ઈંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી અને ભારતીય બોલરોએ દમદાર બોલિંગ કરીને હરીફ ટીમને સારી શરૂઆત કરવા દીધી ન હતી. ભારતની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાની 68 રને જીતીને સેમિ ફાઈનલ પોતાના નામે કરી હતી. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને હવે શનિવારે 29 જૂને બાર્બાડોસમાં દ.આફ્રિકા સામે ટકરાશે.