ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની બીજી મેચ આજે (25 જાન્યુઆરી) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતના હીરો તિલક વર્મા હતા, જેમણે 55 બોલમાં 72 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા.