ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે (12 ઓક્ટોબર) T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઇ હતી. ભારતે આ મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવી ભવ્ય જીત મેળવી છે. આ સાથે ભારતે આ સીરિઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે તાબડતોડ બેટિંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 297 રન ફટકાર્યા હતા. જેની સામે 298 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 164 રન ફટકાર્યા હતા. આ સાથે ભારતે પોતાના ઘરમાં સતત સાતમી સીરિઝમાં જીત મેળવી લીધી છે.