ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમાં રમાઈ રહી હતી. ભારતે આ મેચમાં બાંગ્લાદેશને તેના જ ઘરમાં 188 રનથી મોટા અંતરે પરાજય આપ્યો છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 513 રનનુ વિશાળ લક્ષ્ય રાખ્યુ હતુ. જેની સામે બાંગ્લાદેશ બીજી ઈનીંગમાં 324 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતુ. કુલદીપ યાદવે મેચમાં પ્રથમ ઈનીંગમાં 5 વિકેટ અને બીજી ઈનીંગમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે બીજી ઈનીંગમાં 4 વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ ભારતે ટેસ્ટ શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી છે.