ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ ત્રણ મેચની T20 સીરિઝ રમાઇ રહી છે. આ દરમિયાન ભારતે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 86 રનથી હરાવી ભવ્ય જીત મેળવી છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને ત્રણમાંથી બે મેચ હરાવી સીરિઝ જીતી લીધી છે. આ મેચમાં ભારત માટે નીતિશ કુમાર રેડ્ડી અને રિંકૂ સિંહે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નીતિશે 74 રન અને રિંકૂએ 53 રન ફટકાર્યા હતા. જે પછી ભારતીય બોલરોએ પણ પોતાની કમાલ બતાવી બાંગ્લાદેશને 135 રન પર અટકાવી દીધી હતી. આ સાથે ભારતે પોતાના ઘરમાં સતત સાતમી સીરિઝમાં જીત મેળવી લીધી છે.