કોલંબોના આર. પ્રેમાદાશા સ્ટેડિયમમાં રમાઈ રહેલી એશિયા કપ-2023ની સુપર-3ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશનો ભારત સામે 6 રને વિજય થયો છે. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 266 રનનું લક્ષ્યાંક આપ્યું હતું, જેના જવાબમાં ભારતીય ટીમ 49.5 ઓવરમાં 259 રને ઓલઆઉટ થઈ ગઈ છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકીબ અલ હસને 85 બોલમાં 6 ફોર અને 3 સિક્સ સાથે 80 રન, તૌહીદ હેરદોયે 81 બોલમાં 5 ફોર અને 2 સિક્સ સાથે 54 રન, નસુમ અહેમદે 45 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 44 રન બનાવ્યા છે. તો ભારત તરફથી સૌથી વધુ શુભમન ગીલે 133 બોલમાં 8 ફોર અને 5 સિક્સ સાથે 121 રન જ્યારે અક્ષર પટેલે 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 42 રન ફટકાર્યા હતા.