ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી 20 મેચમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાના કપ્તાન મૈથ્યૂ વેડે ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ટોપ ઓર્ડરે કંગારુ ટીમના બોલરોને ધોઈ નાખ્યા હતા. સૂર્યાની ઈનિંગ્સ કાઢીએ તો, જાયસવાલથી લઈને રિન્કૂ સિંહ સુધીના તમામે ધૂંઆધાર બેટીંગ કરી હતી. ટીમ ઈંડિયા તરફથી ત્રણ અડધી સદી જોવા મળી હતી. જેના કારણે ટીમ ઈંડિયા 236 રનનો ટાર્ગેટ આપી શકી હતી.