વર્લ્ડકપ અગાઉની આખરી અને નિર્ણાયક વન ડેમાં કેપ્ટન કોહલી સહિતના બેટ્સમેનોએ નિરાશાજનક દેખાવ કરતાં ભારતને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પાંચમી અને આખરી વન ડેમાં 35 રનથી પરાજયનો સામનો કરવો પડયો હતો. આ હારની સાથે ભારતે 2-3થી શ્રેણી પણ ગુમાવી હતી. ભારતની ઘરઆંગણે સતત છ વન ડે શ્રેણીની વિજયકૂચનો અંત આવી ગયો હતો. ભારત ઘરઆંગણે 2015 બાદ પહેલી વખત શ્રેણી હાર્યું હતુ. જ્યારે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2009 બાદ પહેલી વખત ભારતને તેના જ હોમગ્રાઉન્ડ પર વન ડે શ્રેણીમાં હરાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, 5 મેચની સીરિઝમાં 0-2થી પાછળ રહ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક રીતે કમબેક કરીને સીરિઝ જીતી છે. 273 રનનો પીછો કરતા ભારત 50 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે રોહિત શર્માએ 56 રન, ભુવનેશ્વર કુમારે 46 રન અને કેદાર જાધવે 44 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝાંપાએ 3 વિકેટ, જયારે પેટ કમિન્સ, જઈ રિચાર્ડસન અને માર્ક્સ સ્ટોઇનીસે 2-2 વિકેટ લીધી હતી.