વર્લ્ડકપ-2024ના સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 24 રને વિજય થયો છે. આ સાથે ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં સાત વિકેટે 181 રન નોંધાવ્યા છે. ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી 92 રન નોંધાવ્યા છે. આ ઉપરાંત રોહિત T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર ફટકારી સિક્સર કિંગ પણ બન્યો છે. આજની મેચમાં શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અને બોલિંગમાં અર્શદીપ સિંઘ, કુલદીપ યાદવે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના સુકાની મિશેલ માર્શે ટોસ જીતી ભારતીય કેપ્ટન રોહિત શર્માને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.