બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યું હતું. સેમ કોન્સ્ટાસને મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો અને તેની પહેલી જ મેચમાં સેમની ટક્કર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સાથે થઈ. વિરાટ અને સેમ વચ્ચે થોડી દલીલ પણ જોવા મળી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે