આજે (3 જાન્યુઆરી) સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જોકે પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 185 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. છેલ્લે સિરાજ અણનમ રહ્યો હતો.