આજે વર્લ્ડકપ-2023ની 9મી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. અફઘાનિસ્તાને પહેલા ટોસ જીતીને બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદીએ 80 રનની ઇનિંગ ધમાકેદાર ઇનિંગ રમી અને ઓમરઝાઇએ પણ 62 રનની ઇનિંગ સાથે એક સારો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે જવાબમાં ભારત તરફથી રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી અને વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી. જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બર્થડે બોય હાર્દિક પંડ્યાને બે વિકેટ ઝડપી હતી