ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 ટી20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સીરીઝની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.
ભારતીય ટીમે ઈન્દોર T20 મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દીધું છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે. ભારતની સામે જીત માટે 173 રનનો ટાર્ગેટ હતો. રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમના યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગના કારણે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને જ ટાર્ગેટ હાંસલ કરી લીધો. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચની સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી.
યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની તોફાની બેટિંગ
ભારત માટે યશસ્વી જયસવાલે સૌથી વધુ 34 બોલમાં 68 રન બનાવ્યા. આ યુવા ઓપનરે પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા. શિવમ દુબેએ સૌથી વધુ 32 બોલ પર 63 રન બનાવ્યા. તેમણે પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. વિરાટ કોહલીએ 16 બોલ પર 29 રનોની શ્રેષ્ઠ ઈનિંગ રમી. જોકે, આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા શૂન્ય પર આઉટ થયા. પરંતુ યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાને મેચ જીતવામાં સફળતા મળી.
ક્યારે, ક્યાંથી અને કેવી રીતે જોઇ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ અને બ્રૉડકાસ્ટ ?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી ટી20 બેંગ્લોરના N ખાતે રમાશે. તે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જીવંત પ્રસારણ જોઈ શકશે. આ સિવાય તમે Jio સિનેમા પર ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. ખરેખર, Jio સિનેમા પર, ચાહકો હિન્દી અને અંગ્રેજી સહિત વિવિધ ભાષાઓમાં લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશે. આ માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં, જેનો અર્થ છે કે ચાહકો મફતમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
અત્યાર સુધી ભારત-અફઘાનિસ્તાન સીરીઝમાં શું શું થયું ?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સીરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.