દેશમાં કોરોના મહામારીનો સામનો કરી રહેલી પ્રજા પર પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો બોજ યથાવત્ રહ્યો છે. દેશમાં શનિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો થયો હતો જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ૭૫ દિવસમાં ૪૧ વખત ભાવવધારો કરાયો છે, જેને પગલે પેટ્રોલ રૂ. ૧૧.૪૪ અને ડીઝલ રૂ. ૯.૧૪ મોંઘાં થયા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની ટીકા કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટે દાવો કર્યો હતો કે, દેશના ૨૫૦ શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે. આ બાબતની કોઈ કલ્પના થઈ શકે તેમ નથી.