તાજેતરના ભૂતકાળમાં બિટકોઇનના વધેલ ક્રેઝ બાદ હવે વધુ એક ડિજીટલ કરન્સી 'ઇથેરિયમ'ની બોલબાલામાં વધારો થઈ રહ્યો હોવાના અહેવાલો સાંપડે છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વૈશ્વિક સ્તરે લોકોમાં વર્ચ્યુઅલ કરન્સીમાં રસ વધતા તાજેતરમાં જ બિટકોઇનનો ભાવ વધીને ૨૭૦૦ ડોલરની સપાટી કુદાવી ગયો હતો.આ સમાચાર જૂના થવાની સાથોસાથ વધુ એક ડિજીટલ કરન્સી ઇથેરિયમના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. ગત જાન્યુઆરી માસમાં આ વર્ચ્યુઅલ કરન્સીનું મૂલ્ય ૮.૨૪ ડોલર હતું. તે આજે ઉછળીને ૨૩૩ ડોલરની ઊંચી સપાટીએ પહોંચી જવા પામ્યું છે.