દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. એક જ દિવસમાં કોરોનાના હજારો દર્દીઓ નોંધાયા હતા. મેટ્રો સિટીમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૭૫ ટકા કેસ ઓમિક્રોનના હતા. દિલ્હીમાં કુલ સંક્રમિતોમાંથી ૮૪ ટકાને ઓમિક્રોનને ચેપ લાગ્યો હતો. બીજી તરફ બાળકોનું વેક્સિનેશન શરૃ થઈ જતાં પેરેન્ટ્સે રાહતનો શ્વાસ લીધો હતો. એક જ દિવસમાં ૪૦ લાખ બાળકોને પ્રથમ ડોઝ મળ્યો હતો.
કોરોનાની ત્રીજી લહેરે દેશમાં દસ્તક દીધી છે. કોવિડ ટાસ્ક ફોર્સના વડા એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે દેશના મહાનગરોમાં કોરોનાના કુલ નોંધાયા છે, એમાંથી ૭૫ ટકાને ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ હોવાનું જણાયું હતું. ઓમિક્રોન દેશભરમાં ઝડપભેર પ્રસરી રહ્યો છે. મેટ્રોસિટીમાં સ્પષ્ટ રીતે ત્રીજી લહેર આવી ગઈ હોવાનું નિષ્ણાતોએ કહ્યું હતું. અગાઉથી ચેતવણી હતી કે જાન્યુઆરીથી ફેબુ્રઆરીમાં ત્રીજી લહેર દેશભરમાં તરખાટ મચાવશે. એ ચેતવણી પ્રમાણે જ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટ તીવ્ર ઝડપે ફેલાઈ રહ્યો છે. દિલ્હી સરકારે કહ્યું હતું એ પ્રમાણે કુલ કેસમાંથી ૮૪ ટકા દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા.