સામાજિક આંદોલન કરીને નેતા બનેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો પહેર્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓએ રાધનપુર વિધાનસભાની પેટા ચુંટણી લડી છે તેનું મતદાન આજે પૂર્ણ થયું છે. સત્તાવાર રીતે 59.87 ટકા મતદાન નોંધાયું છે. રાજકીય નિષ્ણાતો એવું માની રહ્યા છે કે જે પ્રકારની પેટા ચુંટણી આ વખતે લડાઈ છે તેના પરથી ભાજપના રાધનપુર બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને હારવાની શક્યતા વધી ગઈ છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર જયારે 2017 ની વિધાનસભાની ચુંટણીમાં રાધનપુરથી કોંગ્રેસની ટિકિટ પર અલ્પેશ ઠાકોર ચુંટણી લડ્યા હતા તેવા સમયે ઠાકોર સમાજમાં એક અનોખા પ્રકારનો ઉત્સવ જોવા મળી રહ્યો હતો પરંતુ આ ચુંટણીમાં ઠાકોર સમાજ પણ નારાજ હતો. રાધનપુર મત વિસ્તારના ઠાકોર મતદાર મોટી સંખ્યામાં બહાર રહેતા હોવાથી તેઓ મતદાન કરવામાં માટે પણ નથી આવ્યા તેવું સ્થાનિક મીડિયાનું પણ કહેવું છે.
અલ્પેશ ઠાકોરની જ્ઞાતિવાદી નેતા હોવાની છાપ
અલ્પેશ ઠાકોર જો ચુંટણી હારી જાય તો તેઓની જ્ઞાતિવાદી નેતા તરીકેની છાપ પણ જવાબદાર રહેશે. 201 7ની વિધાનસભાની ચુંટણી જીત્યા બાદ અલ્પેશ ઠાકોરના કાર્યકર્તા અને ઠાકોર સેના વર્તનથી નાના સમાજો નારાજ હોવાનું બહાર આવ્યું હતું. આહીર સમાજની યુવતીને ઠાકોર સમાજનો યુવાન ભગાડી ગયો હોવાથી અને હજી સુધી તેનો કોઈ પત્તો નથી તેના લીધે આહીર સમાજ ભારોભાર અલ્પેશ ઠાકોરથી નારાજ હોઈને કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે.
ચૌધરીના સમર્થકો પણ નારાજ હોવાનું જણાઈ આવ્યું
આંજણા ચૌધરી સમાજના મતો રાધનપુર બેઠક પર 23 હજાર કરતા વધુ છે. ભાજપના કદાવાર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને ટિકિટ ન મળતા ચૌધરી સમાજ ભારે નારાજ હતો . શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોરના પ્રચારમાં ખાસ ફરક્યા નથી અને ચૌધરીના સમર્થકો પણ નારાજ હોવાનું જણાઈ આવ્યું છે. જ્યારે કોંગ્રેસના મજબૂત નેતા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ-ચૌધરીએ રાધનપુરમાં ચૌધરી સમાજને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે ઝંઝાવાત પ્રચાર કર્યો હતો તેવા સમાચાર પણ મળ્યા છે. એક સ્થાનિક આગેવાનના કહેવા પ્રમાણે આંજણા ચૌધરી સમાજ પહેલી વખત રાધનપુર બેઠક પર 70 ટકા કરતા વધુ મતો કોંગ્રેસને મળે તેવી શક્યતા છે.
લાકડ્યો તાર તરીકે ઓળખતો રબારી સમાજનું પણ રાધનપુર બેઠક પર ખાસુ એવું પ્રભુત્વ
લાકડ્યો તાર તરીકે ઓળખતો રબારી સમાજનું પણ રાધનપુર બેઠક પર ખાસુ એવું પ્રભુત્વ છે. રબારી સમાજના 13 હજાર કરતાં વધુ મતો આ બેઠક પર છે. જેટલા મતો મતદાન મથક સુધી પહોંચાય હશે તેઓએ પંજાનું બટન દબાવ્યું હશે તે નક્કી છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર રધુ દેસાઈને ઠાકોર સમાજના પણ 15000 કરતા વધુ મતો મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
ચૌધરી, રબારી, આહીર અને મુસ્લિમ મતદારો અલ્પેશ ઠાકોરને ઘેર ભેગો કરશે
અલ્પેશ ઠાકોર જો ચુંટણી હારી જાય તો સૌથી વધુ રોલ ચૌધરી, રબારી, આહીર અને મુસ્લિમ મતદારોનો હશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ચૌધરી, રબારી, આહીર અને મુસ્લિમ મતદારો અલ્પેશ ઠાકરોથી ભારોભાર નારાજ હોવાનું જાણવા મળ્યું છે. ભરવાડ અને દરબાર સમાજના મતો પણ મહત્વના સાબિત થશે. આ બધું જોતા અલ્પેશ ઠાકરો માટે હારવાના માટેના વધુ અને જીત માટેના પરિબળો ઓછા જોવા મળે છે.