ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં શુક્રવારે વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી હોવાથી સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 122.41 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 17,928 ક્યુસેક પાણીની આવત થઈ રહી છે. જ્યારે ખેડૂતો માટે ડેમમાં 6,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે.