જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 કરાયા પછી અને ભારતનો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો હોવાના કારણે દેશના તમામ એરપોર્ટ આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોવાના જોખમને ધ્યાનમાં લઈને નાગર વિમાનન મંત્રાલયે કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે કડક સુરક્ષા પ્રોટોકોલ બહાર પાડ્યા છે.
ભારતનાં તમામ એરપોર્ટ્સની સુરક્ષાની જવાબદારી સંભાળતી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. જેના અનુસાર દેશનાં મોટા મહાનગરોના એરપોર્ટમાં પ્રવેશતા અને બહાર જતા તમામ વાહનોની એક કિમી દૂરથી તપાસ કરવાની રહેશે. સંપૂર્ણ ચકાસણી પછી જ વાહનને એરપોર્ટમાં પ્રવેશ આપવાનો રહેશે.