કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શન ધારકોના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે આ સાથે મોંઘવારી ભથ્થું (ડીએ) વધીને ૩૮ ટકા થઇ ગયું છે. આ માહિતી આપતા કેન્દ્રના મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે,આ વધારેલું મોંઘવારી ભથ્થું ૧લી જુલાઈથી અમલી બનશે અને તેનું એરિયર્સ પણ કર્મચારીઓને તથા પેન્શનધારકોને અપાશે.