રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજ્ય સરકારે આપેલ જિલ્લા ફેરની છૂટ બાદ છેલ્લા 10 દિવસમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં જસદણ અને ધોરાજી તાલુકામાં કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં સામે આવેલ તમામ 12 પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને મુંબઇ હોવાનું સામે આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારના સરપંચને સૂચના આપવામાં આવી છે જેમાં ગામમાં કોઈ પણ વ્યક્તિને શરદી ઉધરસ તાવ કે કોરોના લક્ષણ જણાઇ તો આરોગ્ય વિભાગને જાણ કરવી. સાથે જ હોમ ક્વોરોટાઈન લોકો નિયમ ભંગ કરશે તો તેની સામે કરવામાં આવશે પોલીસ કાર્યવાહી.