એક તરફ અમદાવાદમાં કંજંક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે. તો બીજી તરફ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા છે. અમદાવાદમાં એક દિવસમાં UHC અને PHCમાં 1800 નવા કેસ નોંધાયા છે. જેની સામે આરોગ્ય વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટ્યા છે. જેથી 50 હજાર જેટલા નવા આંખના ટીપા મંગાવાયા છે.