બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને "Y" કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી લીલીઝંડી પણ મળી ગઈ છે. જે બાદ મધ્યપ્રદેશ સરકારે પણ આ અંગે આદેશ જારી કર્યો છે. તમામ રાજ્યોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જોગવાઈઓ હેઠળ પણ જો ધીરેન્દ્ર ગર્ગ કૃષ્ણ શાસ્ત્રી તેમના રાજ્યમાં આવે છે, તો તેમને "Y" કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે.