બે દિવસ બાદ ઈન્કસટેક્સે સર્વેની કામગીરી પુરી કરી છે. હવે ટીમ પોતાનું કામ પુરૂ કરીને પરત ફરી ગઈ છે. ઈન્કમ ટેક્સે ટેક્સ ચોરી મુદ્દે મંગળવારે સવારે દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી. આ મુદ્દે બીબીસીએ જણાવ્યુ કે, આવકવેરા વિભાગે ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે દિલ્હી અને મુંબઈની ઓફિસમાં તેની કાર્યવાહી પૂર્ણ કરી છે.