અમદાવાદ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત વધુ બે ગ્રુપ પર ITના દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સિવાય એવી પણ માહિતી સામે આવી રહી છે કે બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ IT વિભાગના રડારમાં છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ દરોડા બાદ મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો ખુલાસો થઇ શકે છે.