બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં આવકવેરા વિભાગના દરોડા આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આયકર વિભાગના અધિકારીઓએ મોડી રાત સુધી આ ઓફિસોમાં સર્ચ ચલાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ બાદ આઈટીની આ કાર્યવાહી થઈ છે. આ સર્વેને લઈને ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે જોરદાર રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે વિપક્ષે આ પગલાની નિંદા કરી છે તો ભાજપે બીબીસી પર ઝેર ફેલાવતુ રિપોર્ટીંગ કરવાનો આક્ષેપ મુક્યો છે.