Income tax department raids former NBCC chief DK Mittal's house
આવકવેરા વિભાગે નોઈડામાં એનબીસીસીના ભૂતપૂર્વ સીજીએમ ડી.કે. મિત્તલના ઘરે દરોડા પાડયા છે. આવકવેરા વિભાગને દરોડાની કાર્યવાહીમાં નોંધપાત્ર રોકડ, દાગીના અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નોઈડાના સેક્ટર ૧૯ સ્થિત અધિકારીના ઘરેથી એટલી રોકડ મળી આવી છે કે નોટ ગણવાની ૨ મશીનો મંગાવવાની ફરજ પડી છે.
અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં લગભગ રોકડા ૨ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.