સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે ચીન અને પાકિસ્તાનની સરહદે બાજ નજર રાખવા સ્થાનિક ધોરણે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (એવાક્સ) ધરાવતા ૬ વિમાન વિકસાવવાના પ્રોજેક્ટ સહિત કુલ રૂપિયા ૨૮,૦૦૦ કરોડનાં શસ્ત્રોની ખરીદી માટે પ્રાથમિક મંજૂરી આપી દીધી હતી. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષપદે મળેલી સંરક્ષણ પ્રાપ્તિ પરિષદે(ડીએસી) સૈન્યની ત્રણેય પાંખો માટે સ્થાનિક ઉદ્યોગો પાસેથી હથિયાર અને ઉપકરણોની ખરીદી માટેના સોદાને મંજૂરી આપી હતી. જે સોદાને મંજૂરી આપવામાં આવી તેમાં ૧૧ જેટલા આધુનિક ઓફશોર પેટ્રોલ નૌકા (રૂપિયા ૯૦૦૦ કરોડ), ૪૦૦ કિ.મી.ની રેન્જ ધરાવતા ૩૮ જેટલા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (રૂપિયા ૧૮,૦૦૦ કરોડ), નૌકાદળ માટે જહાજમાંથી નિયંત્રણ થઇ શકે તેની માનવરહિત એરિયલ સિસ્ટમ તેમજ સૈન્ય માટેના ૪૦ નવા મોડયુલર બ્રિજ ખરીદીનો સમાવેશ થાય છે.