દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના આરંભિક દિવસોમાં દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદ થઇ શકે છે. જોકે સામાન્યપણે આ મહિનામાં વરસાદ થતો નથી. જાન્યુઆરીમાં પણ વરસાદ થવાથી હાડ ગાળતી ઠંડી પડી હતી. હવે ફેબ્રુઆરીમાં પણ વરસાદને કારણે ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે. લઘુતમ તાપમાન ઘટવા સાથે ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં સવારે ધુમ્મસ અને બાકીના સમયે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે.