ભૂજ નજીક મિરઝાપુર ગામની સીમમાં કેરળના સ્વૈચ્છિક સંગઠન સંચાલિત છોકરાઓ માટેની હોસ્ટેલમાં રહેતા છ જેટલા બાળકો સાથે હોસ્ટેલના જ અન્ય વિદ્યાર્થીએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર બાબતની જાણ થતાં ભૂજ એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિત બાળકોએ અગાઉ પણ ગૃહમાતાને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નહોતા.