ગત 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રાજ્યમાં હાલ વર્સાદનું ડિપ્રેશન સર્જાયું છે જેના લીધે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણ શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. અમદાવાદમાં સરેરાશ 6 થી 9 ઈંચ વરસાદ ખાબકતાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયુ છે. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયાં છે. ત્યારે આજે વહેલી સવારથી ખાબકી રહેલા વરસાદે નગરજનો ચિંતા વધારી છે.