અમદાવાદના એસ.પી રિંગ રોડ પર વૈષ્ણોદેવી જંકશન પર 6 લેનનો અંડરપાસ આજથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રુ. 40.36 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું ઉદ્ઘાટન કર્યુ જે અમદાવાદના અતિ વ્યસ્ત જંકશન પર ટ્રાફિકને સરળ બનાવવામાં મદદ કરશે. આ અંડરપાસ પર કામ બે વર્ષ પહેલા શરૂ થયું હતું. જંકશન પરનો ફ્લાયઓવર પહેલેથી જ કાર્યરત છે. AUDA પાસે S P રીંગ રોડ પર 6 ફ્લાયઓવર છે. ઝાયડસ હોસ્પિટલની નજીક એક પર કામ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
મુખ્યમંત્રીએ અમદાવાદીઓને આપી વધુ એક ભેટ
- વૈષ્ણોદેવી જંક્શન પર નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ
- રુ. 40 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે નિર્માણ
- અંડરપાસની લંબાઈ 720 મીટર અને પહોળાઈ 23 મીટર
- દૈનિક ધોરણે અંદાજે 50 હજારથી વધુ રાહદારીઓને મળશે લાભ
- અંડરપાસના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા બનશે હળવી