વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેએ મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના જન્મદિવસે લોકશાહીના સૌથી મોટા મંદિરની નવી ઈમારતનું ઉદ્ઘાટન કરશે. 28 મેના રોજ સવારે 7.30થી 8.30 સુધી વૈદિક વિધિ સાથે હવન અને પૂજા થશે. ગાંધીજીની મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરાશે.
આ દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે
આ પૂજામાં PM મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 8.30થી 9 વાગ્યા દરમિયાન લોકસભાની અંદર સત્તા હસ્તાંતર અને ન્યાયના પ્રતીક સેન્ગોલને સ્થાપિત કરાશે. સવારે 9.00 કલાકે પ્રાર્થનાસભા યોજવામાં આવશે. આ પ્રાર્થના સભામાં શંકરાચાર્ય ઉપરાંત અનેક મોટા વિદ્વાનો, પંડિતો અને સંતો, વિદ્વાનો અને વિવિધ ધર્મોના પૂજારીઓ ઉપસ્થિત રહેશે. બીજો તબક્કો બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.