Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગરના (Gandhinagar) અડાલજમાં વડાપ્રધાન મોદીના હસ્તે ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રારંભ થયો છે. આ સાથે જ સ્કૂલ્સ ઓફ એકસેલન્સ માટે 50 હજાર વર્ગખંડ અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડ તેમજ 20 હજાર કમ્પ્યુટર લેબ અને 5 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ બનાવાશે. રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.5,567 કરોડના શાળાના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે. હાલમાં કુલ રૂ.1650 કરોડના ખર્ચે 7 હજાર શાળાઓ, 8 હજાર વર્ગખંડ અને 20 હજાર અન્ય સુવિધાના કાર્યો પ્રગતિ હેઠળ છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ગુજરાત અમૃતકાળની અમૃત પેઢીના વિકાસ માટે મહત્વના પગલા લઈ રહી છે. વિકસિત ગુજરાત માટે આ પ્રોજેક્ટ મહત્વનું સાબિત થશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો પ્રારંભ થતા આવનારી પેઢીને પણ ફાયદો થશે. હમણાં જ દેશે ઈન્ટરનેટ અને મોબાઈલના 5G યુગમાં પ્રવેશ કર્યો છે. જેથી 5G ટેકનોલોજી શિક્ષણને પણ નવી ઉંચાઈએ લઈ જશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ