રાજ્યનો 70મો વન મહોત્સવ અમદાવાદના ઓઢવમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં યોજાયો હતો. ઓઢવ ખાતે નવનિર્મિત જડેશ્વર વનનું સીએમએ ઉદઘાટન કર્યું હતું. 10 કરોડ જડેશ્વર વન બનાવમાં આવ્યું છે જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપાવમાં આવ્યા છે. ગુજરાતનો વન વિસ્તાર 11.61 ટકા છે તેને વધારવા માટે વધારે વૃક્ષો વાવવા માટેના આદેશ કરી રૂપાણીએ વન વિભાગના અધિકારીઓને ટારગેટ પ્રમાણે કામ કરવા સૂચન કર્યું છે.
જડેશ્વરમાં 8.55 હેક્ટરમાં અમદાવાદનું પ્રથમ સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે. 70માં વન મહોત્સવ પ્રસંગે રાજ્યના 33 જિલ્લા, આઠ મહાનગરો, 250 તાલુકા મથકો અને 5020 ગામોમાં વન મહોત્સવની ઉજવણી કરાશે. રૂપાણીએ આદેશ કર્યો છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જાહેર માર્ગોને વૃક્ષથી સુશોભિત કરવામાં આવશે.
70માં વન મહોત્સવ દરમ્યાન 10 કરોડ રોપાનું વિતરણ કરાશે. મુખ્યપ્રધાનએ કહ્યું હતું કે રાજ્યના વૃક્ષાચ્છાદિત વિસ્તારોના જનત માટે 18 સાંસ્કૃતિક વનની નિભાવણી કરવા અધિકારીઓ જવાબદાર રહેશે. તેમણે વન વિભાગને આદેશ કર્યો છે કે ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો વાવવા જોઇએ. ખાસ કરીને ફુલછોડ માટે તેમણે વધારે આગ્રહ કર્યો છે.
રાજ્યમાં એક વૃક્ષ કપાય તો સામે બે વૃક્ષ વાવવા તેવી વન વિભાગને સૂચના આપી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 18 જેટલાસંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.