આજના જ દિવસે યુગ દ્રષ્ટા, આર્ષ દ્રષ્ટા, ક્રાંત દ્રષ્ટા, યુગ વિભૂતિ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આજથી બરોબર ૭૬ વર્ષ પહેલાં આજના જ દિવસે આજની જ તારીખે અર્થાત કે આજે જ મણિનગરમાં નાના ઓરડામાં શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તથા શ્રીજી સ્વયંમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીનાં મૂર્તિ પધરાવી કેરોસીનનો ડબ્બો કાપી સાફ કરી અડધિયા ડબ્બામાં ખીચડી રાંધી, કેળના પત્રમાં ખીચડી લઈ અને શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીને ધરાવી હતી. અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો આજના દિવસે શુભારંભ કર્યો હતો. એ પરમ પાવનકારી દિન હતો વિક્રમ સંવત ૧૯૯૯ શ્રાવણ વદ પાંચમ, તારીખ ૨૦-૮-૧૯૪૩ ને શુક્રવાર.