ગુજરાત હાઇકોર્ટે સમક્ષ હાથ ધરાયેલી કોવિડ સુઓમોટોની સુનાવણીના આદેશમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નોંધ્યું છે કે રાજ્ય સરકારે ૨૭મી એપ્રિલના રોજ પરિપત્ર જાહેર કરી વિવિધ પ્રતિબંધો લાદ્યા છે, પરંતુ કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે આ પગલાં પૂરતા નથી. વર્તમાન પરિસ્થિતિને અંકુશમાં લેવાં અને સંક્રમણની ચેઇન તોડવા વધુ પગલાં લેવા જરૂરી છે, તેમજ લોકોને પણ સજાગ કરવાના પ્રયત્નો કરવામાં આવે કે તેઓ બિનજરૂરી રીતે બહાર ન નીકળે. અમે આ અંગે કોઇ નિર્દેશો કે ભલામણ કરવા નથી માગતા પરંતુ સરકાર બહોળા જાહેર હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે.