કર્ણાટકમાં રાજકીય ધમાસાણ જારી છે ત્યારે સ્પીકરના નિર્ણયના કારણે કોંગ્રેસ-જેડીએસ સરકારને તાત્પુરતી રાહત મળી છે અને બળવાખોર વિધાનસભ્યો સાથે વાતચીત કરવા અને તેમને મનાવવાનો સમય મળ્યો છે. કોંગ્રેસના ૧૦ અને જેડીએસના ૩ વિધાનસભ્યોના રાજીનામાના મુદ્દે સ્પીકર કે. આર. રમેશ કુમારે કહ્યું છે કે ૧૩માંથી ૮ વિધાનસભ્યોના રાજીનામાં કાયદેસર નથી. આ વિધાનસભ્યોએ રાજીનામાં વિશે સ્પષ્ટતા કરવા માટે મારી સમક્ષ રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે. એના પછી આ મુદ્દે નિર્ણય લઈ શકાશે. સ્પીકરે આ મુદ્દે રાજ્યપાલ વજુભાઈ વાળાને પણ પત્ર લખીને જાણ કરી છે.
બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણ જારી છે. મંગળવારે કોંગ્રેસના વિધાનસભ્ય રોશન બેગે તેમનું રાજીનામું સ્પીકરને સુપરત કર્યું હતું. તેઓ ભાજપને સમર્થન જાહેર કરી ચૂક્યા છે. કોંગ્રેસે વિધાનસભ્યોની બોલાવેલી બેઠકમાં ૭૮માંથી ૨૧ વિધાનસભ્યો આવ્યા નહોતા. ત્રણ વિધાનસભ્યોએ તો તબિયતનું બહાનું બતાવીને બેઠકમાં ગુટલી મારી હતી. બીજી તરફ કોંગ્રેસના વિધાનસભ્ય બી. સી. પાટીલે કહ્યું હતું કે મારું રાજીનામું સ્વીકારવામાં નહીં આવે તો હું બેંગ્લુરૂ જઈને ફરીથી રાજીનામું આપીશ.