ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે.
સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું.