Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા : દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે.

વડોદરામાં ધોળા દિવસે PCR વાનમાં દારૂની મહેફીલ માણતા પોલીસ સહીત ત્રણ જણાને પકડી પાડવામાં આવ્યા છે. ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા. રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માલવ કહાર અને સાકિર મણિયારને ઝડપી પાડયા છે. ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા :   દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પોલીસકર્મચારી જ પોલીસવેનમાં દારુની મહેફિલ માણતા ઝડપાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ કેસમાં વધુ તપાસની ખાતરી આપી છે. હાલ તો દારુની મહેફિલ માણતા કર્મચારી અને તેમના મિત્રોના બ્લડ સેમ્બલ લઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી

વડોદરા શહેરમાં બે સપ્તાહમાં જ બે કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી ચુસ્તપણે દારૂબંધીનો અમલ કરાવવા કટિબદ્ધ બની છે ત્યારે જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર નવદીપસિંહ સરવૈયા અને તેમના બે મિત્રો વાનમાં બેસીને જ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. કંટ્રોલ રૂમની વર્ધી મળતા જ જેપી પોલીસે પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 

દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત

સામાન્ય નાગરિક જ્યારે દારૂ પીતા ઝડપાય ત્યારે પોલીસ સ્થળ પર પહોંચીને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરતી હોય છે પરંતુ જ્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલત હોવાની વર્ધી મળી તેમ છતાં પોલીસ સ્થળ પર પહોંચવાની જગ્યાએ પીસીઆર વાનને પોલીસ મથકે બોલાવી લેતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. સમગ્ર પ્રકરણ મામલે ACPએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ